કોરોનાનો કહેર : ઇટાલીમાં એક જ દિવસમાં ૪૭૫ના મોત : ૪૨૦૭ પોઝીટીવ કેસ
ઇરાનમાં પણ એક હજારથી વધુના મોત : ઓસ્ટ્રેલિયામાં ઇમરજન્સીની ઘોષણા

નવી દિલ્હી તા. ૧૯ : કોરોના વાયરસને કહેર વિશ્વભરમાં વધી રહ્યો છે. હાલમાં તેનો સૌથી વધારે પ્રકોપ ઇટલીમાં છે, જયાં એક જ દિવસમાં ૪૭૫ લોકોના મોત થયા છે. એક દિવસમાં કોઈપણ દેશમાં કોરોના વાયરસથી આ સૌથી વધારે મોત છે. ઇટલીમાં અત્યાર સુધી બે હજાર નવસોથી વધારે લોકોના મોત થયા છે. એટલું જ નહીં ઇટલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૦૭ નવા દર્દી સામે આવાવની સાથે કુલ દર્દીની સંખ્યા ૩૫ હજારથી વધારે પહોંચી ગઈ છે.
ઇટલી ઉપરાંત બ્રિટેનમાં પણ સ્થિતિ ખરાબ છે. ત્યાં એક જ દિવસમાં ૩૩ મોત અને ૬૭૬ નવા કેસ સામે આવ્યા બાદ કડક પલા લેવામાં આવ્યા છે. દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. ઇરાનમાં પણ ૧૪૭ લોકોના મોત થયા છે. ઇરાનમાં કોરોના કારણે મરનારા લોકોની સંખ્યા ૧૧૩૫ થઈ ગઈ છે. ઇરાન હાલમાં પશ્યિમ એશિયામાં આ બીમારીનું કેન્દ્ર બની ગયું છે અને આસપાસના અનેક દેશો જેમ કે પાકિસ્તાન, યૂએઈસ, બહેરીન અને કુવૈતમાં અનેક કેસ ઇરાનને કારણે સામે આવ્યા છે.
જયારે અન્ય દેશોમાં પણ સ્થિતિ ઠીક નથી. ઓસ્ટ્રેલિયાના પ્રધીનમંત્રી સ્કોટ મોરીસને બુધવારે દેશમાં માનવ જૈવ સુરક્ષા ઇમરજન્સીની જાહેરાત કરી છે. જયારે સઉદી અરબે દેશની તમામ મસ્જિદોમાં નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગટને કોરોનાને માનવતાનો દુશ્મન ગણાવ્યો છે. WHO પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે બુધવારેઙ્ગ કહ્યું કે, કોરોના વાયરસ માનવતાનો દુશ્મન છે. જેનો ચેપ બે લાખથી વધારે લોકોનો લાગ્યો છે.
વિશ્વના સૌથી પાવરફુલ દેશોમાંથી એક એવા અમેરિકામાં પણ કોરોના પ્રકોજ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૬૫૦૦ને વટાવી ગઈ છે જયારે ૧૧૫ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧૫૧ થઈ ગઈ છે. ૧૫૧ લોકોમાંથી ૨૫ વિદેશી નાગરિક છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે જયાં ૪૫ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. બીજા સ્થાન પર કેરળ છે જયાં ૨૫ પોઝિટિવ કેસ છે.