સરકારે ૭૫ કરોડ લોકોને આપી ભેટ!
રાશનની દુકાનેથી એક સાથે લઈ શકશો ૬ મહિનાનું રાશન

નવી દિલ્હી, તા.૧૯: ફૂડ અને કન્ઝયુમર મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે કહ્યું છે કે ૭૫ કરોડ બેનિફિશિયરી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ અંતર્ગત એક વખતમાં ૬ મહિનાનું રાશન લઈ શકશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને જોતા લીધો છે. હાલ પીડીએસ દ્વારા બેનિફિશિયરીને વધારેમાં વધારે ૨ મહિનાનું રાશન એડવાન્સમાં લેવાની સુવિધા છે. જોકે પંજાબ સરકાર પહેલાથી જ ૬ મહિનાનું રાશન આપી રહી છે.
પાસવાને કહ્યું હતું કે અમારા ગોડાઉનમાં ઘણું અનાજ છે. અમે રાજય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગરીબોને એક વખતમાં ૬ મહિનાનું રાશન આપવા કહ્યું છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે સંભવિત પ્રતિબંધથી સપ્લાય બાધિત થવા પર ગરીબ લોકોને અનાજની ખોટ ના પડે, તે જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એક સમયે વધારે રાશન લેવાની છૂટ આપવાથી સેન્ટ્રલ સ્ટોરેજ પર પ્રેશર ઓછું થશે કારણ કે કેટલીક માત્રામાં ઘઉં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. સરકાર પાસે ૪૩૫ લાખ ટન સરપ્લસ અનાજ છે. જેમાં ૨૭૨.૧૯ લાખ ટન ચોખા અને ૧૬૨.૭૯ લાખ ટન ઘઉં છે.
ચીનનો દાવો - જાપાનની આ દવાથી કોરોનાના દર્દી ફકત ૪ દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રએ રાજય સરકારને એડવાઇઝરી જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ના વધી રહેલા પ્રકોપને કારણે સસ્તાની અનાજ દુકાનો પર ભીડને મેનેજ કરવા માટે સુરક્ષાત્મક પગલાં ઉઠાવે. વર્તમાન સમયમાં સરકાર પીડીએસ સિસ્ટમ પ્રમાણે દેશભરના ૫ લાખ રાશન દુકાનો પર બેનિફિશિયરીને ૫ કિલોગ્રામ સબ્સિડાઇઝ અનાજ દરે મહિને આપે છે. જેના પર સરકારને વાર્ષિક ૧.૪ લાખ કરોડ રુપિયા ખર્ચ થાય છે. સસ્તા અનાજની દુકાનો પર ૩ રુપિયા કિલો ચોખા, ૨ રુપિયા કિલો દ્યઉં અને ૧ રૂપિયા કિલો કોર્સ અનાજ વેચે છે.