આસામના બે જિલ્લામાંથી મોટા પ્રમાણમાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત

ગુવાહાટીઃ આસામના કોકરાઝાર અને ઉદલગુડી જિલ્લામા મંગળવારના વિસ્ફોટક, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર સહીત મોટા પ્રમાણમાં હથિયાર તથા ગોળાબારૂદ જપ્ત કરવામાં આવ્યો. આસામના પોલીસ મહાનિર્દેશક ભાસ્કર જયોતિ મહંતએ કહ્યું કે પોલીસ અને સેનારે વિશ્વસનીય સુત્રોથી મળેલી ગુપ્ત સુચનાના આધાર પર ભારત-ભુટાન સીમાથી જોડાયેલ કોકરાઝાર જિલ્લાના લેયોપાની નાલા અને ઉલ્ટાપાની નાલમા સંયુકત અભિયાન ચલાવ્યુ હતુ. એમણે કહ્યું કે હથિયાર અને ગોલાબારૂદને બિશુમુરી પોલીસ ચોકી અંતર્ગત ઉલ્ટાપાની રિઝર્વ ફોરેસ્ટમા ફાયર લાઇન ૦૭ પર એક ઝાડની પાસે જમીનની નીચે છુપાવીને રાખેલ હતો.
ડીજીપીએ કહ્યું કે જપ્ત હથિયારોમાં બે એકે-પ૬ રાઇફલ, એક ગ્રેનેડ લોન્ચર (એમ ૭૯) એક પોઇન્ટ રર રાઇફલ, એક પોઇન્ટ રર પિસ્તોલ, બે ૭.૬પ મીમી પિસ્તોલ સામેલ છે. આ ઉપરાંત એક ૯ એમએમ પિસ્તોલ અને ૧૪ દેશી રાઇફલ અને પિસ્તોલ પણ સામેલ છે.