ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું - વિપક્ષ ભ્રમ ના ફેલાવે: NPRમાં ડોક્યુમેન્ટની જરુર નથી
કોઈ કાગળ માંગવામાં આવશે નહીં. દેશમાં કોઈએ NPRની પ્રક્રિયાથી ડરવાની જરુર નથી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની સ્થિત ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા પર રાજ્યસભામાંચર્ચા થઈ હતી. ચર્ચા પછી ગૃહમંત્રી શાહે સદનમાં જવાબ આપ્યા હતા શાહે કહ્યું હતું કે અમે બધા સંપ્રદાયના ધર્મગુરુઓની બેઠક બોલાવી શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એજન્સીઓના માધ્યમથી અમારી પાસે સૂચના આપી હતી કે હિંસા માટે પૈસા વિદેશથી આવ્યા હતા. પૈસા દેશમાંથી પણ આવ્યા હતા અને વહેંચ્યા પણ હતા. આ માટે અમે તે સમયે જ તપાસ શરુ કરી દીધી હતી. જોકે દુર્ભાગ્યની વાત એ છે કે પ્રાથમિક તપાસ ચાલી રહી હતી અને દંગા થયા હતા. પૈસા ટ્રાન્સફર કરનાર, હવાલાનું કામ કરનાર આવા 5 લોકોની અમે ધરપકડ કરી છે. અમિત શાહે સીએએ, એનપીઆર અને દિલ્હી હિંસા પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે કપિલ સિબ્બલ મોટા વકીલ છે. હું તેમને પુછવા માંગીશ કે મને બતાવે કે સીએએમાં કઈ જોગવાઈ છે જેનાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઇ શકે છે. જો એનપીઆરની વાત કરવામાં આવે તો તેમાં સૂચના આપવાની જોગવાઇ વૈકલ્પિક છે. એનપીઆરમાં કોઈ કાગળ માંગવામાં આવશે નહીં. દેશમાં કોઈએ NPRની પ્રક્રિયાથી ડરવાની જરુર નથી.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે દંગા પહેલા અને પછી યૂઝ થનાર સેંકડો એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે. કેટલાક એકાઉન્ટ એવા હતા જે દંગાના બે દિવસ પહેલા શરુ થયા હતા અને બે દિવસ પછી બંધ થઈ ગયા હતા. તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમને કહેવા માંગું છું કે તે વિચારતા હશે કે અમે બચી ગયા તો તે ખોટા છે. અમે તેમને પાતાળથી શોધીને બહાર કાઢીશું અને સજા અપાવીશું
ગૃહમંત્રીએ કહ્યું હતું કે બે લોકો આઈએસઆઈએસના સંદિગ્ધ પણ મળ્યા છે. તેમની પાસે આઈએસ પાસેથી મટેરિયલ આવતું હતું અને તે નફરતને આગળ ફેલાવવાનું કામ કરતા હતા. તેમને પણ અમે પકડી લીધા છે. પોલીસ વિભાગના બે કર્મચારી અંકિત શર્મા અને રતનલાલને મારનારની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ષડયંત્રની તપાસ ચાલી રહી છે. જેણે ચાકુ ચલાવ્યું છે તેનો વીડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. રતનલાલ ઉપર પત્થર મારનારની પણ ધરપકડ કરવામાં આવી છે. .