રાહુલ ગાંધીએ વાયનાડના સ્વાસ્થ્ય કર્મિઓની સખત મહેનત માટે આભાર વ્યકત કર્યો

વાયનાડઃ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ જિલ્લાના ચિકિત્સકો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પ્રત્યે એમની સખત મહેનત માટે પોતાનો આભાર પ્રગટ કર્યો છે. એમણે કહ્યું કે તે કોરોના વાયરસના પડકારથી નિપટવા માટે એમની સાથે કામ કરશે. એમણે પોતાના ટવિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલ એક પત્રમાં બધાને આગ્રહ કર્યો કે વાયરસને ફેલાતા રોકવા માટે યોગ્ય સાફ-સફાઇ અપનાવે.
રાહુલ ગાંધીએ કહ્યુ એમને પોતાના સંસદીય ક્ષેત્રનો નિર્ધારીત કાર્યક્રમ ટાળવો પડયો પણ એમણે આ વાયરસથી નિપટવા માટ પગલા ભરવા માટે જિલ્લા કલેકટર અદીલા અબ્દુલ્લા સાથે વાત કરી છે. ગાંધીએ કહ્યું હુ આપને અપીલ કરૃ છું કે જો તમારામાં કોઇ કોરોના વાયરસના લક્ષણ દેખાય તો તમે સ્વયંનુ ધ્યાન રાખવુ અને ચિકિત્સકીય સહાયતા લવી, હુ એ પણ સલાહ આપું છુ કે સ્થિતિ સુધરવા સુધી પોતાની બધી ગેરજરુરી યાત્રાઓ ટાળી દે.