મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

જાપાનની દવાથી કોરોનાના દર્દી માત્ર ચાર દિવસમાં સાજો થાય છે : ચીનનો મોટો દાવો

કોરોના પોઝિટિવ દર્દીઓને આ દવા આપી તો ફક્ત ચાર દિવસના ટેસ્ટમાં નેગેટિવ આવી ગયા

 

બેઇજિંગ : કોરોના વાયરસની ઝપટમાં આવતા લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે વિશ્વમાં બે લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને એવો દાવો કર્યો છે કે જાપાનની એક દવા કોરોનાના દર્દીઓની સારવારમાં ઘણી ઉપયોગી થઇ રહી છે

 ગાર્જિયનમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીમાં કામ કરનાર ઝાંગ ઝિનમિને જણાવ્યું હતું કે જાપાનમાં લોકો જે દવાનો ઉપયોગ સામાન્ય ફ્લૂની સારવાર માટે કરે છે તે કોરોનાના સંક્રમણના દર્દીઓ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ રહી છે. જાણકારી પ્રમાણે દવા ફ્યૂજીફિલ્મની દવા કંપની ફેવીપિરાવિયર (favipiravir) નામની દવા બનાવે છે.

  વુહાનના શેનજેંગમાં દવાના ઉપયોગથી કોરોનાના 340થી વધારે દર્દીઓને ઠીક કરવામાં આવ્યા છે. ઝાંગના મતે આમાં પાકી સાબિતી મળી છે કે દવા બીજાના મુકાબલે વધારે સફળ સાબિત થઈ છે.

  ઝાંગે જણાવ્યું છે કે દવા બીજાના મુકાબલે ઝડપથી કામ કરી રહી છે. કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓને જ્યારે દવા આપવામાં આવી તો તે ફક્ત ચાર દિવસના ટેસ્ટમાં નેગેટિવ આવી ગયા હતા. બાકી જે દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની અસર થવામાં 11 દિવસનો સમય લાગે છે. આના ઉપયોગથી ફેફસામાં પર કોરોનાનો થનાર પ્રભાવ 91% સુધી જલ્દી ઠીક થઈ રહ્યા છે. બાકી દવામાં ટકાવારી 62% છે.

(9:16 am IST)