News of Thursday, 19th March 2020
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ ફ્લોરિડા અને ઇલિનોઇસની પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા : નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે આગળ વધવાનો માર્ગ મોકળો

ફ્લોરિડા : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ ફ્લોરિડા અને ઇલિનોઇસની પ્રાઈમરી ચૂંટણીના આવેલા પરિણામો મુજબ વિજેતા થયા છે. આથી હવે તેમના માટે નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.તેઓ પ્રેસિડન્ટ પદ માટેના રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યા છે.તેમને રિપબ્લિક પાર્ટીના અધ્યક્ષ રોનાએ ટ્વીટ કરી સંભવિત ઉમેદવાર તરીકે અભિનંદન પાઠવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:41 pm IST)