કોરોનના કારણોસર અમેરિકામાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ કરતા હથિયારો ખરીદવા લાગ્યા

નવી દિલ્હી: વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરાના વાયરસ વિશ્વના ૧૬૦થી વધુ દેશોમાં ફેલાયો છે જેમાંથી અમેરિકા પણ બાકાત નથી. અમેરિકામાં અત્યાર સુધી ૧૨ રાજયોમાં ૩૭૭૪ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે અને ૬૯ લોકોના મોત થયા છે. અમરિકામાં કોરોના વાયરસ વધુ પ્રમાણ ફેલાતો જશે એવી આશંકાને પગલે બંદૂકો અને ગોળા બારુદ ખરીદવાની હોડ જામી છે.
સામાન્ય રીતે તો કોઇ પણ મહામારી શરુ થાય ત્યારે જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ અને મેડિકલ સંસાધનોની ખરીદી વધતી હોય છે પરંતુ નવાઇની વાત તો એ છે કે અમેરિકામાં લોકો બંદુકો ખરીદવા લાગ્યા છે.કેલિફોર્નિયા,ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં જે ઝડપે કોરોનાનું સંક્રમણ વધી રહયું છે તેનાથી પણ વધુ ઝડપે લોકો ગન સહિતના ી હથિયારો ખરીદવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો શેર થઇ રહયા છે જેમાં મોટી સંખ્યામાં ગન ખરીદવા માટે દુકાનોમાં લાઇન લાગી છે.