પાકિસ્તાનના બોર્ડર રસ્તે અભ્યાસ કરતા 43 વિદ્યાર્થીઓને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા

નવી દિલ્હી: પંજાબનાં અટારી સ્થિતિ ભારત-પાકિસ્તાન બૉર્ડરનાં રસ્તે ભારત આવેલા 43 લોકોને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની કોરોના વાયરસની તપાસ કરવામાં આવશે. 43માંથી 29 એવા છે જે દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા હતા. પાકિસ્તાનમાં ભણતા આ લોકોને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને લોકો પાકિસ્તાનમાં તેમના ભણવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
અટારી-વાઘા બૉર્ડરનાં રસ્તેથી પરત ફરેલા 43 ભારતીયોને અમૃતસરની ક્વારંટાઇન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. સિવિલ સર્જન પરીજીત કૌર જોહાલે કહ્યું કે, 'આ 43માંથી 29 દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા છે. આ તમામની મેડિકલ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે.'