સુરતના દરજીએ દુકાનમાં તૈયાર કરેલ માસ્ક પોતાના વિસ્તારના લોકોને ફ્રીમાં વિતરણ કર્યા
મહામારીના કહેરથી કાળાબજારીઓ વચ્ચે કતારગામના ટેલરે માનવતા મહેકાવી

સુરત : કોરોના વાયરસને લઇને દેશ સાથે દુનિયામાં હાહાકાર મચી ગયો છે લોકો પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરવા લાગ્યા છે. જોકે બજારમાં માસ્ક મળતા નથી અને મળે છે તે કાળા બજારમાં દુકાનદારો વેચી રહ્યા છે. આવા સમયે સુરતના એક ટેલરે પોતાની દુકાનમાં તૈયાર કરેલ માસ્ક પોતાના વિસ્તારના લોકોને ફ્રીમાં આપીને માનવતા મહેકાવી હતી.
વાયરસ વધારેના ફેલાય તે માટે પોતાની સુરક્ષા માટે માસ્ક અને સેનિટાઇઝર ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેના કારણે બજારમાંથી આ તમામ સુરક્ષા ની વસ્તુ ગાયબ થઈ ગઈ છે. આ સિવાય દુકાનદારો તેને જે ભાવ છે તેના કરતા વધુ મોંઘી વેચીને કાળાબજારી કરી રહ્યા છે. આવા સમયે સુરતના કતારગામ વિસ્તારમાં ટેલરની દુકાન ધરાવતા દુકાનદારે પોતાની દુકાનમાં 1000 માસ્ક તૈયાર કર્યા અને પોતાના વિસ્તારમાં રહેલા લોકોને માસ્કનું ફ્રીમાં વિતરણ કર્યું હતું.
આ ટેલર આગામી દિવસમાં પણ સતત માસ્ક બનવાનું ચાલુ રાખશે અને લોકોને હજુપણ માસ્ક ફ્રીમાં આપવાના છે.