કોરોના બાબતે રાજપીપળાની લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકા ટીમે ૧૦ થી વધુને દંડ ફટકાર્યો: કુલ ૭ને જાહેરમાં થૂંકવા બદલ દંડ કરાયો
પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોરોના બાબતે દરેક પ્રકારની કડક કાર્યવાહી કરવા બાબતે સતત મોનીટરીંગ કરાતા ટિમો એલર્ટ,લોકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાના કારણે રાજપીપળા નગર પાલીકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા આ બાબતે ટીમોને કડક સૂચના અપાઈ હોય આ કામગીરી પર ચીફ ઓફિસર સતત મોનીટરીંગ રાખી રહ્યા છે જેથી પાલીકા ટિમો પણ શહેરમાં સતત ફરતી થતા અત્યાર સુધી કુલ- ૭ વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા બદલ દંડ ફટકારતા શહેરમાં બેફામ થૂંકતા લોકો સાવધાન થઈ ગયા છે.સાથે સાથે કોરોના બાબતે સ્વચ્છતા પણ જરૂરી હોય પાલીકા ટિમોની બાઝ નજરમાં આવેલી શહેરની ખાણી પીણીની લારીઓ પૈકી ૧૦થી વધુ લારીઓ પર સ્વચ્છતા નો અભાવ જણાતા પાલીકા ટીમે આવી તમામ લારીના સંચાલકોને પણ દંડ ફટકારી હવે થી સ્વચ્છતા જરૂરી હોવાના પાઠ ભણાવી કડક સૂચના આપી હતી. ત્યારે કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહેલા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા કોરોનાને લગતી કોઈ પણ બાંધછોડ સાંખી લેવામાં નહિ આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું.