ગુજરાતમાં મહત્વના નિર્ણય
કોરોનાને રોકવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે

અમદાવાદ, તા. ૧૯ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં લઇને વિવિધ નિર્ણય લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
* અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા અને પાવાગઢના મંદિરો ૨૦મી માર્ચથી સંપૂર્ણપણે બંધ
* મંદિરોમાં નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રહેશે પરંતુ મંદિર દર્શન સંપૂર્ણ બંધ
* રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે પરીક્ષા ૧૪મી એપ્રિલ સુધી મોકૂફ કરાઈ
* ગુજકેટની ૩૦મી માર્ચે લેવાનાર પરીક્ષા ૧૪મી એપ્રિલ સુધી મોકૂફ
* મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ પરિવહનની બસ સેવાઓ બંધ
* અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોની રાજ્યના ચેકપોસ્ટ પર તપાસ
* યાત્રાધામોમાં સાવચેતીરુપે વિવિધ નિર્ણય લેવાયા છે
* કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અન્ય રાજ્યોમાં પણ પગલા લેવાયા
* ગુજરાતમાં આગોતરા આયોજનના લીધે વિવિધ પગલા લેવાયા છે
* ગુજરાતમાં કોરોનાનો પગપેસારો ન થાય તે માટે કાળજી રાખવામાં આવી રહી છે
* ગુજરાતની ૧૬ ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ કરાશે
* અમદાવાદમાં પણ અનેક સ્મારકોને બંધ કરવામાં આવ્યા છે
* અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોમાં ગાંધીઆશ્રમ, સરદાર પટેલ સ્મારક, રાણકી વાવને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે