રાજપીપળા કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા વૃક્ષ પર એક બગલો ફસાઈ જતા ઇજાગ્રસ્ત :પાલીકા ટીમે બચાવ્યો
વન વિભાગની ટિમ સ્થળ પર આવી પરંતુ વૃક્ષની ઊંચાઈ પર બગલો ભેરવાયો હોય આખરે પાલીકા ફાયર ટીમે નીચે ઉતાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટમાં હાલ કોરોનાના કારણે લોકોની ખાસ અવર જવર નથી તેવામાં બુધવારે કોર્ટની અંદર આવેલા વૃક્ષ પર બગલો ફસાઈ જતા તડફડીયા મારી રહ્યો હોય ગુરુવારે વન વિભાગના કર્મચારીઓ તેને બચાવવા દોડી આવ્યા પરંતુ બગલો વૃક્ષની ઊંચી ડાળ પર દોરા સાથે લપેટાયેલો હોવાથી બચાવવો મુશ્કેલ હોય આખરે રાજપીપળા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમે ૨ દિવસથી જીવન મરણ વચ્ચે તડફડીયા મારતા બગલાને બચાવી લેતા સૌએ રાહત મેળવી હતી.આમ કોર્ટ કમ્પાઉન્ડના વૃક્ષ પર ફસાયેલા બગલાને પાલીકા ટિમ મોતના મુખમાંથી બચાવી આ ઇજાગ્રસ્ત બગલાની સારવાર કરાવી છોડી મુક્યો હતો.
★ જાણવા મળ્યા મુજબ કોર્ટમાં આવેલુ આ વૃક્ષ નકામું હોય તેને ઉતારી લેવા અરજી પણ આપી છે પરંતુ હજુ સુધી એ જમીનદોસ્ત ન થતા એક બગળાનો જીવ જતો ઉગારી લેવાયો હતો.