કોરોના વાયરસ ઇફેક્ટ : રાજપીપળાથી નાસીક જતી એક માત્ર એસટી બસ નાસીક જતી બંધ :ફક્ત સાપુતારા સુધી જ દોડે છે
રાજપીપળા એસટી ડેપો પર સફાઈનો અભાવ હોય આ ST ડેપો કે શ્વાનોનું ઘર..?! પ્લેટફોર્મ પર મુસાફરો પાસે ફરતા શ્વાન જોખમરૂપ..?: હાલ મહારાષ્ટ્ર તરફ કોરોનાનો હાઉ હોય ઘણી ટ્રેનો,બસો સહિત અનેક ટ્રાવેલ્સ પણ બંધ હોય એસટી બસ પણ બંધ હોવાથી નાસીક બસ પણ મહારાષ્ટ્રમાં દાખલ ન કરવા હુકમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વમાં કોરોનાએ પગ પેસારો કર્યો હોય ચારે તરફ તેનો હાઉ જોવા મળી રહ્યો હોય માટે આ વાયરસ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ નથી ઘૂસ્યો ત્યારે સુરક્ષાના હેતુસર કયાંક બહારથી આ વાયરસ દાખલ ન થાય એ બાબતે ખાસ તકેદારી લેવાઈ રહી છે તેથી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનો,એસટી બસો સહિતની ટ્રાવેલ્સ બંધ કરાઈ હોય રાજપીપળાથી નાસીક (મહારાષ્ટ્ર) જતી એક માત્ર એસટી બસ પણ હાલ નાસીક સુધી ન મોકલી ફક્ત સાપુતારા સુધીજ ચાલુ રાખવામાં આવી છે.
એક તરફ ગુજરાત એસટી તંત્ર તકેદારીના ભાગરૂપે રાજપીપળા થી નાસીક (મહારાષ્ટ્ર)જતી બસનું અંતર ઘટાડી મહારાષ્ટ્ર તરફ જતી બસો અટકાવે છે,ડેપોમાં સેનેટાઇઝર ઉપલબ્ધ રાખી તેનાથી હાથ ધોવા સ્ટાફને સુચના પણ આપે છે જ્યારે બીજી તરફ સફાઈ બાબતે ખાસ કાળજી લેવાતી નથીતદુપરાંત રખળતા શ્વાનો પણ પ્લેટફોર્મ પર ફરતા હોય ત્યારે કોરોના ની સુરક્ષા બાબતે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે