રાજપીપળા આયુર્વેદ દવાખાના ખાતે આખરે આયુર્વેદ ઉકાળા વિતરણ શરૂ : કોરોના વાયરસમાં આ ઉકાળો લાભદાઇ : ૩ દિવસ વિતરણ થશે
નર્મદામાં ૧૬ આયુર્વેદ દવાખાના સામે માત્ર 3 જ આયુર્વેદ ડોક્ટર હોય જાયે તો જાયે કહા જેવો ઘાટના અહેવાલ બાદ બીજા દિવસથી જ ઉકાળા વિતરણ શરૂ થતાં રાહત:નર્મદા જિલ્લામાં સરકારી આર્યુવેદીક દવાખાનાઓમાં ડોક્ટરોની ઘણી જગ્યા ખાલી હોય તો ઉકાળા વિતરણ કોણ કરે..? તેવા અહેવાલ બાદ ગુરુવારથી ૩ દિવસ માટે વિતરણ ચાલુ થયું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં ૧૬ આર્યુવેદ સરકારી દવાખાના ખુલ્લા જરુરુ મુકાયા છે પરંતુ હાલ જાણે એ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે કેમકે ૧૬ દવાખાના સામે માત્ર ૩ જોવાજ ડોક્ટર હોય એમને પણ અન્ય તાલુકાનો ચાર્જ સોંપયો છે જેથી જાયે તો જાયે કહા જેવો ઘાટ થઈ રહ્યો છે.
રાજપીપળા સહિત જીલ્લાના આયુર્વેદ દવાખાનાઓ પર અગાઉ જ્યારે પૂરતા ડોક્ટરો હતા ત્યારે સમયાંતરે આયુર્વેદ ઉકાળાનું વિતરણ થતાં લોકોને મોટી રાહત હતી અને આ ઉકાળો હાલ કોરોના જેવા વાયરસ સામે પણ ખાસ લાભદાયી હોવા છતાં ઉકાળાનું વિતરણ જિલ્લાના વડા મથક રાજપીપળાના દવાખાના ખાતે પણ શરૂ ન થયુ હોવાના અહેવાલ બાદ આ વિભાગની ઊંઘ ઉડી અને બીજા દિવસે જ ગુરુવાર થી દરબાર રોડ લાઈબ્રેરી સ્થિત આયુર્વેદ દવાખાના દ્વારા ઉકાળા વિતરણ ચાલુ કરાયું હતું.આ ઉકાળાનું વિતરણ ૩ દિવસ થશે જેમાં પહેલાજ દિવસે કોરોના ના હાઉ વચ્ચે ઉકાળો પીવા લોકોની પડાપડી જોવા મળી હતી.આયુર્વેદ વિભાગ દ્વારા ઉકાળો પીવા આવતા લોકોને કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયોની જાણકારી આપતા પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.