News of Thursday, 19th March 2020
આણંદ નજીક સામરખામાં મકાનનું તાળું તોડી તસ્કરોએ 28 હજારની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા સામરખા ગામે એકાદ મહિના પહેલા ત્રાટકેલા તસ્કરોએ મકાનને મારેલું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી ૨૮ હજારની મત્તાના વાસણો તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગુલુમલ પાઉમલ સિંધી સામરખા રોડ ઉપર આવેલા મનસાદેવી કોલ્ડસ્ટોરેજની પાછળ મકાન બાંધીને રહે છે. છેલ્લાં ત્રણેક મહિનાથી તેઓ બીમાર હોય તેમના ઓળખીતા અને ટીબી હોસ્પિટલ પાછળ રહેતા જવાહરનગરમાં રહેત દિનેશભાઈ બોખાભાઈ વસાવા બે ટાઈમ ટીફીન આપવા જતો હતો.
(5:37 pm IST)