આણંદ: સામરખા નજીક પિયાગો રીક્ષા પલ્ટી ખાતા 4 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યા

આણંદ: નજીક આવેલા સામરખા નજીક પીયાગો રીક્ષા પલટી જતાં ચાર મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે પીયાગોના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સુરત ખાતે રહેતા ફરિયાદી જયસુખભાઈ શામજીભાઈ કાચનો ભત્રીજો હરેશભાઈ તથા મિત્ર પ્રવિણભાઈ પાટીલ ડાકોર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાંથી દર્શન કરીને બપોરના સુમારે એક પીયાગો રીક્ષા નંબર જીજે-૦૭, વીડબલ્યુ-૧૪૬૦માં બેસીને પરત સુરત જવા માટે આણંદ આવતા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યાના સુમારે સામરખા રોડ ઉપર આવેલા અંબાજી મંદિર પાસે આગળ જતી ટ્રકની ઓવરટેક કરવા જતાં પીયાગો રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં હરેશભાઈ, પ્રવિણભાઈ તથા અન્ય બે મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.