ખેડા જિલ્લાના જુદા જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 19 શકુનિઓની ધરપકડ કરવામાં આવી

ખેડા: જિલ્લાના કપડવંજ, ઠાસરા તેમજ નડિયાદ તાલુકાના મંજીપુરામાં પોલીસે દરોડા પાડી પોલીસે કુલ ૧૯ શખ્સોને જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં અને તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના મંજીપુરામાં આવેલ સુંદરવન સોસાયટીમાં કેટલાક ઈસમો ભેગા થઈ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં સાત ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં રાજુભાઈ ઉર્ફે અકોરા નવઘણભાઈ લુહાર, દિગ્વિજય નવલસિંહ સત્તાવ, અજયસિંહ પ્રભાતસિંહ દરબાર, દર્શનભાઈ ઈશ્વરભાઈ ભીલ, હરીશકુમાર મનહરલાલ રામચંદાણી, નાસીરહુસેન મહંમદહુસેન શેખ અને જીતુભાઈ ઉર્ફે લાલો ત્રીકમજી ઠાકોરનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂ.૧૭,૭૦૦ તેમજ દાવ પરથી રૂ.૯૭૦ મળી કુલ રૂ.૧૮,૬૭૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે કબજે લઈ પકડાયેલા સાતેય ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.