સુરતના અડાજણ પાટિયા નજીક શખ્સની નજર ચૂકવી અજાણ્યો યુવાન મોબાઈલ,રોકડ સહીત જરૂરી કાગડીયા સેરવી છુમંતર.....

સુરત: શહેરના અડાજણ પાટીયા ખાતે રહેતા બિલ્ડર ગતરાત્રે કતારગામ કુબેરનગરમાં ટેલર મિત્રની દુકાને માપ આપી રહ્યા હતા ત્યારે અજાણ્યો યુવાન તેમની નજર ચૂકવી કાઉન્ટર ટેબલ ઉપર મુકેલા બે મોંબાઇલ ફોન અને રોકડ, ક્રેડિટ કાર્ડ વિગેરે સાથેનું પર્સ ચોરી ફરાર થઇ ગયો હતો. કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ગીર સોમનાથના વતની અને સુરતના અડાજણ પાટીયા વિજય ડેરીની બાજુમાં ગાયત્રી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.2/8મા રહેતા અને વડોદરા ખાતે કંસ્ટ્રક્શનનું કામ કરતા 55 વર્ષીય બિલ્ડર અશોકભાઈ હર્ષદરાય અધ્વર્યુ ગતરાત્રે પોણા આઠ વાગ્યે કતારગામ કુબેરનગર વિભાગ 1 હરિદર્શન કોમ્પ્લેક્ષના પહેલા માળે મિત્ર મનસુખભાઇ રાજાભાઈ હિરપરાની દુકાન અજંટા જેન્ટસ ટેલરમાં ગયા હતા. અશોકભાઈ મનસુખભાઇ સાથે વાત કરતા માપ આપી રહ્યા હતા ત્યારે તેમણે ખિસ્સામાંથી પોતાના બે મોબાઈલ ફોન, રોકડા રૂ.9000, બે ક્રેડિટ કાર્ડ, બે ડેબિટ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ સાથેનું પર્સ કાઉન્ટરના ટેબલ ઉપર મૂક્યું હતું. માપ આપ્યા બાદ તમામ વસ્તુ નજરે ચઢી ન હતી. આથી તેમણે મિત્રની દુકાનની નીચે એડવોકેટ ભાવિન હિરપરાની ઓફિસમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.