સુરતની સિવિલ હોસ્પિટલમાં ગંદીકીના થર જોવા મળતા સ્વચ્છતા અભિયાનના કાંકરા ઉડ્યા:ગંદકીના થરથી લોકોના સ્વાસ્થ્યને જોખમ

સુરત:રાજ્ય સરકાર દ્વારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ ગંદકીના થર જામી ગયા છે તો કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા પડેલા છે જ્યારે કેમ્પસમાં ડોક્ટર સહિતના કર્મચારી કવાટર્સ પાસે લાંબા સમયથી ઝાડી-ઝાંખરા કાપવામાં આવ્યા ન હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે ગટર ઊભરાતી હોવાથી પાણી વહી રહ્યું છે અને ત્યાં ગંદકીના થર જામી ગયા છે એટલું જ નહિ પણ નજીકમાં કેટલીક ગટર લાઈન અને પાણીની ટાંકીના ઢાંકણું ખુલ્લા છે. જેને લીધે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો હોવાથી ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દી તથા તેમના સંબંધીઓ અન્ય ડોક્ટર સહિતના કર્મચારીઓ હેરાન પરેશાન થઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.