News of Thursday, 19th March 2020
વડોદરા: ધો 10ની પરીક્ષાનું અંતિમ પેપર આપી વિદ્યાર્થીની ઘર છોડીને ભાગી જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં દસમા ધોરણની પરીક્ષા પૂરી થતાં જ એક વિદ્યાર્થીની ઘર છોડી ભાગી જતા તેના પરિવારજનોએ વિદ્યાર્થિનીનો પીછો કરતાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થિનીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તા.17મી એ બપોરે મારી પુત્રી દસમા ધોરણનું છેલ્લું પેપર આપીને ઘેર આવી હતી. ત્યારબાદ તે ટોયલેટમાં ગઈ હતી અને હું જમવાની તૈયારી કરતી હતી તે દરમિયાન તે ક્યારે ઘરમાંથી નીકળી ગઈ તેની જાણ મને ન રહી.
મહિલાએ વધુમાં કહ્યું છે કે , મારી પુત્રી નો કોઈ પત્તો નહીં લાગતા તેનો પીછો કરતા વિશાલ સોલંકી રહે. શાંતિ મંગલ સોસાયટી, તક્ષશિલા સ્કૂલ સામે તપાસ કરતાં તે પણ ઘરમાં મળી આવ્યો ન હતો.
(5:26 pm IST)