અમદાવાદના ચાંદખેડામાં શાદી ડોટ કોમની મદદથી યુવતી સાથે પ્રેમનું નાટક કરી દુષ્કર્મ આચરનાર યુવાનને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્ન માટે શાદી ડોટ કોમમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવતા તેને એક યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં તેણે યુવતીને પ્રેમ કરતો હોવાનું કહીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની યુવતીઉસ્માનપુરામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમ ેલગ્ન માટે શાદી ડોટ કોમમાં પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. આ વેબસાઈટ પર રીસ્ટ્રેશન કરાવનાર અભિષેક એ.જાંભલે (૨૯) યુવતીને પસંદ પડતા તેણે ફેસબુક દ્વારા અભિષેકનો સંપર્ક કર્યો હતો. બાદમાં બન્ને ફોસબુક અને વોટ્સએપ પર વાતચીત કરવા લાગ્યા હતા. ચાંદખેડામાં પાર્શ્વનાથનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા અભિશેકે તેને કંપનીના પ્રોજેક્ટ માટે હૈદરાબાદ જવાનું છે અને ત્યાંથી આવ્યા બાદ મળશે, એમ યુવતીને કહ્યું હતું. અવારનવાર વાતચીતને પગલે બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.