રાધનપુર-કંડલા હાઇ-વે ઉપર ટ્રેલર-ઇકો ગાડી વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત

પાટણ, તા. ૧૯ : સાંતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ગાંધીધામ તરફથી આવતા ટેલરે ઇકો ગાડીને ટક્કર મારતા તેમાં મુસાફરી કરી રહેલા ચાર જેટલા મુસાફરોના ઘટના સ્થળે કમકમાટી ભર્યો મોત નિપજયા છે. જયારે આ ગોઝારા અકસ્માતમાં ઇકો ગાડીને ભાગીને ભુકો થઇ ગયો છે અકસ્માત એટલો ગંભીર અને હૃદય દાવક હતો કે ઈકોમાં જતા મુસાફરોએ ગમખ્વાર અકસ્માત તેમજ પથ્થરોથી ભરેલા ટેલરમાંથી પથ્થરો છુટા પડી ઇકો ગાડી ઉપર પડતા મુસાફરો પથ્થરો નીચે દટાઇ ગયા.
આ ગોઝારા અકસ્માતમાં ટેલરમાંથી ભારે પથ્થરો ગાડી ઉપર પડતા બે દરબારો તેમજ ઠાકરો સમાજના પિતા-પુત્રનું ગંભીર મોત થવા પામ્યુ છે. અકસ્માત સર્જી ટેલરનો ચાલક ફરાર થઇ જવા પામ્યો છે. અકસ્માત સર્જી ટેલરનો ચાલક ફરાર થઇ જવા પામ્યો છે. પોલીસે મૃતકોની લાશોને પી.એમ. માટે સાંતલપુર ખસેડવામાં આવેલ છે. ટેલરના નંબરના આધારે ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ગોઝારા અકસ્માતમાં કિરીટસિંહ, એન. જી. જાડેજા (ઉ.વ.૩૬) ગામ રાપર (ર) સંજયસિંહ નરપતસિંહ જાડેજા (ઉ.વ.૧૮) ગામ-પર (૩) ઠાકોર વિરમભાઇ અમરસી (ઉ.વ.૩પ) રાધનપુરા અને તેમનો પુત્ર જયરામ રમેશભાઇ (ઉ.વ.પ૭) રાધનપુર, પિતા-પુત્રના એક સાથે ચાર-ચાર જણાના અકસ્માતે મોત થતા ગમગીનતા છવાઇ જવા પામી હતી.