ગુજરાત
News of Thursday, 19th March 2020

સુરતના ડુમસ રોડ પર સ્પા-મસાજ સેન્ટરોમાં દરોડા : 16 થાઈલેન્ડની યુવતી સહીત 19ને ડિટેઇન કરાયા

સુરતના ડુમસ પીપલોદ રોડ પર આવેલ એક બિલ્ડિંગમાં સ્પા મસાજ સેન્ટરમાં હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 16 થાઈલેન્ડની યુવતી,બે ભારતીય યુવતી અને ત્રણ કર્મચારીઓ મળીને 19 લોકોની અટકાયત કરાઈ હતી,

 શહેરની શાન ગણાતો ડુમસ રોડ પર સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા ધંધા વિષે ફરિયાદો ઉઠતી રહે ચેહ ત્યારે હ્યુમન ટ્રાફિકિંગ સેલે દરોડો પાડીને 19ની અટકાયત કરી હતી આ અગાઉ પણ દરોડો પાડીને 18 લોકોને જબ્બે કર્યા હતા

(1:33 pm IST)