પૂર્વ એડી. ચીફ સેક્રેટરી, ‘હુડકો'ના ડાયરેકટર એસ.કે. નંદાના માતુશ્રીનું નિધનઃ ૨૪મીએ ગાંધીનગરમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ. સિનીયર આઈએએસ અને ગુજરાતના પૂર્વ એડીશ્નલ ચીફ સેક્રેટરી અને હાલમાં ‘હુડકો'માં ડાયરેકટર તરીકે સેવા આપતા ડો. એસ.કે. નંદાના માતુશ્રી તિલોતમાબેન સુબોધકુમાર નંદાનું તા. ૯ના રોજ અમદાવાદ ખાતે નિધન થયુ છે. નિધનના સમાચાર મળતા જ રાજ્યના ટોચના આઈએએસ-આઈપીએસ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, વિવિધ પક્ષોના અગ્રણીઓ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટેલીફોનિક સંદેશ દ્વારા સ્વર્ગસ્થના નિધન અંગે શોક વ્યકત કર્યો હતો.
સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા ૨૪ માર્ચ બુધવાર બપોરે ૪ થી ૬.૩૦ સુધી જગન્નાથ ટેમ્પલ કોમ્પલેક્ષ, જીસીએઆરએસ કેમ્પસ, અડાલજ ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે. ડો. એસ.કે. નંદા, શ્રીમતી સંજુકતા નંદા, શ્રીમતી નિલમ કાર, ઈલમા કાર અને શિલીમા મિશ્રા અને સુનયના સહિતના પરિવારજનો તથા શુભેચ્છકો શોકાતુર બન્યા છે.