શારજાહથી સુરત આવેલી ફ્લાઈટનાં 48 મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરાયું : 14 દિવસ સુધી રહેવાની તાકીદ

સુરત :કોરોના વાઈરસનો ખતરો દિવસેને દિવસે વધતો જાય છે યુએઈ, ઈરાન, ઇટલી સહિતના દેશોમાંથી આવતા મુસાફરોને 14 દિવસ માટે કોરોન્ટાઇન વોર્ડમાં ખસેડવાનો આદેશ કરાયો હતો, શારજાહથી સુરત આવેલી ફ્લાઈટનાં ૪૮ જેટલા મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓ પૈકી બાળકો અને યુવાનો મળી 45 લોકોને હોમ કોરોન્ટાઇન એટલે પોતાના ઘરે જ 14 દિવસ સુધી રહેવાની તાકીદ કરાઈ હતી
વિદેશથી ફરેલા ત્રણ વૃદ્ધોને યુનિવર્સિટી ખાતે બનાવેલા ખાસ કોરોન્ટાઇન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. મહાનગર પાલિકા દ્વારા આ સદસ્યો જે ઘરે ગયા છે તે સભ્યો પણ કોરોન્ટાઇન વોર્ડમાં દાખલ છે. તેમનું 14 દિવસ સુધી સ્ક્રિનિંગ કરશે. જો તેમાંથી એકમાં પણ કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને તરત જ અઈસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવશે તેવું મેડિકલ ઓફિરસ પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું.