'રાધે'ને ઇદ પર જ રિલીઝ કરવા સલમાનની તૈયારી

સલમાન ખાનની ફિલ્મ ઇંશાલ્લાહ ઇદ પર રિલીઝ થવાની હતી. પરંતુ સંજય લીલા ભણશાલી સાથે મતભેદને કારણે આ ફિલ્મ બંધ થઇ જતાં સલમાને બીજી ફિલ્મ રાધેનું શુટીંગ શરૂ કરી દીધું હતું. હવે આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવાની સંભાવના છે. સલમાન ખાન કોઇપણ ઇદને ખાલી જવા દેતો નથી. તેની એક ફિલ્મ ચોક્કસ આ તહેવાર પર તેના ચાહકો માટે હોય છે. રાધેનું નિર્દેશન પ્રભુદેવાને સોંપાયુ છે. આ ફિલ્મનું શુટીંગ સતત ચાલી રહ્યું છે. કોરોનાની અસરમાં અનેક ફિલ્મો, ટીવી સિરીયલોના શુટીંગ અટકાવાયા હતાં. પરંતુ સલમાન ખાનની ફિલ્મનું શુટીંગ ચાલુ રખાયું હતું. આશા છે કે આ ફિલ્મ ઇદ પહેલા પુરી થઇ જશે. ફિલ્મની લંબાઇ માત્ર બે કલાક અને દસ મિનીટ જ રાખવામાં આવી છે. સલમાન ખાનની કારકિર્દીની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી આ ફિલ્મની લંબાઇ સોૈથી ઓછી છે. જો કે ફાઇનલ એડિટીંગ પછી ફિલ્મની લંબાઇ કેટલી રાખવી તે નક્કી થશે. થ્રિલર મુવી હોવાથી તેની ગતિ તેજ અને લંબાઇ ઓછી રખાય તેવી શકયતા છે.