ફિલ્મ જગત
News of Saturday, 4th May 2024

પ્રિયંકા ચોપડા ઘઉં, હળદર, લીંબુનો રસ, દહીં, ગુલાબજળનો ફેસપેક તૈયાર કરતી અને મોઢા ઉપર લગાડતી

સ્‍કીન કેરમાં તે ઘરેલુ નુસ્‍ખા ઉપર વિશ્વાસ કરે છે

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. ચાહકો તેના અભિનયની સાથે તેની સુંદરતા પાછળ પણ પાગલ છે. પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ ફેશન આઈકોન બની ગઈ છે. જોકે પ્રિયંકા ચોપડા આજે પણ તેની સુંદરતાને જાળવી રાખવા માટે સ્કીન કેરમાં ઘરેલુ નુસખા પર વિશ્વાસ કરે છે. પ્રિયંકા ચોપડાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાની સ્કીનનું ધ્યાન રાખે છે.

પ્રિયંકા ચોપડા સ્કીન કેરમાં ખાસ ફેસપેક લગાડ્યો છે. આ ફેસપેક પહેલા તેની માતા તેના માટે તૈયાર કરતી હતી. આ ફેસપેક ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓથી બને છે અને તેનાથી ત્વચા પર ગજબનો નિખાર આવે છે. જો તમે પણ પ્રિયંકા ચોપડાની જેમ સ્કીનને ગ્લોઇંગ અને સુંદર બનાવવા માંગો છો તો આ ફેસપેક તમે પણ ઘરે બનાવી ઉપયોગમાં લઈ શકો છો.

ફેસપેક માટેની સામગ્રી

ઘઉંનો લોટ બે ચમચી, ચપટી હળદર, લીંબુનો રસ, તાજુ દહીં, ગુલાબજળ

ફેસપેક બનાવવાની રીત

એક બાઉલમાં એક મોટી ચમચી દહીં લઈ તેમાં ઘઉંનો લોટ ઉમેરો. ત્યાર પછી અન્ય સામગ્રી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. 10 થી 15 મિનિટ પછી જ્યારે ફેસપેક સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરતા કરતા ફેસપેકને સાફ કરો.

ફેસપેક લગાડવાના ફાયદા

આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા એક્સફોલિયેટ થાય છે. તેનાથી ચહેરા પરની ડેડ સ્કિન પણ દૂર થઈ જાય છે. આ ફેસપેકનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા પરના ડાઘ પણ દૂર થાય છે અને રંગ સાફ થાય છે. નિયમિત રીતે આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા પર કુદરતી નિખાર આવે છે.

(5:31 pm IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Bollywood_news_model.php:12 Stack trace: #0 [internal function]: Bollywood_news_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Bollywood_news_model.php on line 12