ખેલ-જગત
News of Monday, 16th March 2020

નિહાળો ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની ઈન્ડોર ક્રિકેટ ફેસિલિટી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની ઈન્ડોર ફેસિલિટીના ફોટો શેર કર્યા છે. આ ફેસિલિટીનું કામ પુરૃં થયું છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રેસિડન્ટ અવિશેક દાલમિયાએ કહ્યું હતું કે માર્ચના અંત સુધીમાં આ સુવિધા લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. અવિશેક દાલમિયા પહેલાં સૌરવ ગાંગુલી આ એસોસિએશનનો પ્રેસિડન્ટ  હતો. સૌરવ ગાંગુલીએ શેર કરેલા ફોટોમાં જિમ, સ્વિમિંગ-પૂલ અને નેટ- પ્રેકિટસ માટેની સુવિધા જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતાં ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે 'ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની નવી ઈન્ડોર ક્રિકેટ ફેસિલિટી, સ્ટેટ ઓફ આર્ટ, હાલમાં જ કામ પૂ રું થયું છે.'

(3:49 pm IST)