News of Monday, 16th March 2020
કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતના ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ જર્મનીમાં ફસાયા
વિશ્વનાથ આનંદ જર્મનીની બુંદેસલિગા ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લોવા ગયા હતા

નવી દિલ્હી : પાંચ વાર વિશ્વ ચેમ્પિયન રહેલ વિશ્વનાથ આનંદ હાલમાં જર્મનીમાં ફસાઈ ગયા છે. કોરોના વાઈરસે વિશ્વભારમાં હાહાકાર મચાવી રાખ્યો છે તો ખેલ જગત પણ કોરોનાના કહેરથી બાકાત નથી. કોરોનાના તોળાતા જઈ રહેલા ખતરાને જોતા વિવિધ રમતના આયોજનો પર રોક લાગી ગઈ છે. હાલમાં ભારતનાં ચેસના સ્ટાર પ્લેયર એવા વિશ્વનાથ આનંદ જર્મનીની બુંદેસલિગા ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લોવા ગયા હતા. જે આજે ભારત પરત ફરવાના હતા. પરંતુ તમામ પ્રકારના પ્રતિબંધો અને મુશ્કેલ સંજોગોને કારણે તેણે જર્મનીમાં જ રોકાવું પડ્યું છે જોકે હાલમાં આ 50 વર્ષીય આનંદ આ મહિનાના અંતમાં ચેન્નઈ પરત ફરશે.
(1:40 pm IST)