ખેલ-જગત
News of Saturday, 4th May 2024

રહેમાનને ધોનીએ આપી ગુડબાય ગિફટ

નવી દિલ્હીઃ આગામી ઝિમ્બાબ્વે સિરિઝ સામે રમવા આઇપીએલ છોડીને જઇ રહેલા બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહેમાનને મહેન્દ્રસિંહ ધોનીએ યાદગીરી માટે તેનું સાઇન કરેલું ટી-શર્ટ ગિફટમાં આપ્યું હતું. રહેમાને સોશ્યલ મીડીયામાં એક ફોટો શેર કરીને ધોનીનો આભાર માનતા લખ્યું હતું કે '' માહીભાઇ, દરેક બાબત માટે આભાર. તમારા જેવા લેજન્ડ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો મારા માટે એક વિશેષ લાગણીરૂપ રહ્યો. દરેક વખતે મારા પર વિશ્વાસ રાખવા બદલ આભાર. તમારા મુલ્યવાન માર્ગદર્શનને હું હંમેશ યાદ રાખીશ. તમને ફરી મળવા અને તમારી સાથે રમવા ઉત્સુક છું.'

(3:33 pm IST)