News of Monday, 21st September 2020
કચ્છમા ભાજપના વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા કોરોના પોઝિટિવ
સોઢાએ જણાવ્યું કે તેઓ સ્વસ્થ છે અને પોતાને ઘેર હોમ આઇસોલેટ થયા છે.

ભુજ : કચ્છમા ભાજપના વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા કોરોનાથી સંક્રમિત થયા છે. સામાન્ય તાવના લક્ષણો બાદ રેપીડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 'અકિલા' સાથે વાત કરતા લક્ષમણસિંહ સોઢાઍ જણાવ્યું હતું કે, તેઓ સ્વસ્થ છે અને પોતાને ઘેર હોમ આઇસોલેટ થયા છે. આથી અગાઉ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, હવે તેઓ એકદમ સ્વસ્થ છે.
(6:22 pm IST)