સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના કહેર વધ્‍યો બે દિ'માં ર૦ કેસઃ ત્રણ જ ડિસ્‍ચાર્જ

ખંભાળીયા તા. ર૧ :.. શનિ-રવિ બે દિવસમાં કોરોના પોઝીટીવના આંક જોઇએ તો ભાણવડમાં ત્રણ, દ્વારકામાં પાંચ તથા કલ્‍યાણપુરમાં એક અને ખંભાળીયામાં ૧૧ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે બે દિવસમાં ભાણવડમાં એક તથા ખંભાળીયામાં બે મળીને ત્રણ દર્દી જ ડિસ્‍ચાર્જ થયા છે.

સલાયા કહારપાડો, ખંભાળીયા વિનાયક સોસા. ગાયત્રીનગર ખંભાળીયા, સણોસરી રોડ રૂંકારીયા તા. કલ્‍યાણપુર, હોસ્‍પીટલ કવાર્ટર કલ્‍યાણપુર, શાક મરકેટ પાસે માતુશ્રી એપાર્ટમેન્‍ટ દ્વારકા, ભદ્રકાલી રોડ દ્વારકા, વોર્ડ નં. ૭, નીલકંઠ ચોક દ્વારકા, શ્રીજી સાંનિધ્‍ય સોસાયટી ખંભાળીયા  બંગલાવાડી શેરી નં. ૮, પોઝીટીવ, જલાળીયાવાડી ધરમપુર વિ. વિભાગોમાં મળીને રર નવા કટેટમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે.

(1:55 pm IST)