અમરેલીનો ગાંધીબાગ આજથી વિધિવત સ્વામિનારાયણ સંસ્થાનને સોંપાયો

અમરેલી ખાતેના ગાંધીબાગનું સંચાલન આજથી વિધિવત રીતે ધાર્મિકવિધી સાથે સ્વામિનારાયણ સંસ્થાનને સોંપાયું તે પ્રસંગની વિધિના પ્રસંગે ઉપસ્થિત સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીએ પી.પી. સોજીત્રા સહિતના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૧: અમરેલી શહેરમાં આવેલ ગાંધી બાગને આજરોજ નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસને સોંપવાંની વિધિવત કાર્યવાહી પી.પી.સોજીત્રાના હસ્તે પૂર્ણ કરવામાં આવી છે.
અમરેલી શહેરને કંઇકને કંઇન નવું આપી શહેરને સુંદર બનાવવાની ઇચ્છા શકિત હરહમેશ રાખનાર તેમજ દરેક સેવાભાવી તથા ધાર્મિક સંસ્થાઓને હંમેશની મદદ કરી રહેલ એવા પી.પી.સોજીત્રાને વિશ્વ હિન્દુ પરિષદ અમરેલીની સમગ્ર ટીમે અભિનંદન પાઠવેલ છે.
સ્વામિનારાયણ સંસ્થાનને બાગની જવાબદારી સોંપાતા હવે વધુ નવી સુવિધાઓનો વિકાસ ઝડપભરે થશે તેવી લાગણી શહેરીજનોમાં જોવા મળે છે.