કુકસવાડામાં જુગાર રમતા ૮ ઝડપાયા

જુનાગઢ,તા.૨૧ : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીએ જીલ્લામાં ચાલતી દારૂ-જુગારની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢી આવી પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા માંગરોળ સર્કલ પો.ઇન્સ. એન.આઇ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.બી. લાલકા તથા પો.કોન્સ. ભાવસિંહ કેશરભાઇ મોરીને હકિકત મળેલ કે કુકસવાડા ગામ,અની ગઢુલો સીમ વિસ્તારમાં રહેતા હમીરભાઇ સરમણભાઇ પટાટ વાડીના મકાનમાં જુગારનો અખાડો ચલાવે છે. જે આધાર રેઇડ કરી રૂ.૫૫૪૩૦૦/-ના મુદ્દામાલ સાથે હમીરભાઇ સરમણભાઇ, દૈવસીભાઇ જાદવભાઇ કામરીયા રહે-ખોરાસા ગીર, રામસીભાઇ મેરામણભાઇ બારડ રહે-આરેણા, વિરમભાઇ મશરીભાઇ પરમાર, ભીમસીભાઇ નાથાભાઇ કામરીયા, લખાભાઇ બોદભાઇ રબારી રહે-આરેણા, રાજાભાઇ અરજણભાઇ કામરીયા રહે-મોટી ધણેજ, રામભાઇ પરબતભાઇ કામરીયા રહે-ખંભાળીયા
આ કામગીરી પો.હેડ કોન્સ. ડી.એચ.કોડીયાતર તથા પો.હેડ કોન્સ. પી.એસ.કરમટા તથા પો.કોન્સ. બાલુભાઇ નારણભાઇ તથા પો.કોન્સ. વિપુલભાઇ સેજાભાઇ તથા ડ્રા.પો.કોન્સ. ભરતભાઇ નાજાભાઇ નાઓએ સાથે મળી કરેલ છે.