જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો.ચોવટીયાને મોસ્ટ ઇમ્પેકટફૂલ ડેડીકેટેડ વાઇસ ચાન્સેલર એવોર્ડ

જૂનાગઢ તા.૨૧ : કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાને ગોલ્ડન એઇમ કોન્ફરન્સ એન્ડ એવોર્ડસ ફોર એકસલન્સ એન્ડ લીડરશીપ ઇન એજયુકેશન વેબીનારમાં ડાયનેર્જિક બિઝનેશ સોલ્યુશન દ્વારા મોસ્ટ ઇમ્પેકટફુલ ડેડીકેટેડ વાઇસ ચાન્સેલર એવોર્ડ એનાયત કરાયો છે.
કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ યુનિ.માં કોરોના વાયરસની મહામારીના કપરા સમયમાં પણ ઓનલાઇન શૈક્ષણિક પ્રવૃતિઓ અવિરત ચાલેલ અને દરેક વિદ્યાશાખાના એકેડેમીક કોર્ષ મુજબ વિદ્યાર્થીઓનુ ઓનલાઇન શૈક્ષણિક કાર્ય હાલમાં પણ ચાલુ છે. કુલ ૫૦૦ જેટલી પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમ દ્વારા સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવી છે જેમાં કુલ ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તેમની ઉપરોકત સિધ્ધિ બદલ જૂનાગઢ કૃષિ યુનિ.ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.