News of Monday, 21st September 2020
જામનગરના ધુનડામાં ૩ - શેઠવડાળામાં ૨ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડામાં ૩ ઇંચ અને શેઠવડાળામાં ૨ ઇંચ વરસાદ પડયો છે.
જ્યારે જામવાડી સમાણા, વાંસજાળીયા, પરડવા, લૈયારા, હડીયાણા, ધ્રાફામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે. (૨૧.૨૧)
(1:27 pm IST)