મોરબીના નાની વાવડીનો ડામર રોડ અને મહેન્દ્રનગરના ઓવરબ્રિજ મામલે રજૂઆત

મોરબી તા. ૨૧ : મોરબીના નાની વાવડીના પાકો ડામર રોડ બનાવવા તેમજ મહેન્દ્રનગર ફલાય ઓવરબ્રિજને વહીવટી મંજુરી આપવાની માંગ સાથે સામાજિક અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
હસમુખભાઈ ગઢવીએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના શકત શનાળાથી નાની વાવડી ગામ સુધી હાલ કાચો ગાડા માર્ગ છે જો પાકો ડામર રોડ, બ્રીજ પુલીયાના કામ સાથે બનાવાય તો અકસ્માતો નિવારી સકાય છે અને પાકો ડામર રોડ બને તો મીની બાયપાસનું કામ થશે ટ્રાફિકને સ્ટેટ હાઈવે પરથી આ નવા રોડ પર ડાયવર્ટ કરી શકાશે.
ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર ફલાયઓવર બ્રિજને વહીવટી મંજુરી આપવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે ઓદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગોને પગલે વાહન વ્યવહાર વધ્યો છે જેથી મહેન્દ્રનગર ઓવરબ્રિજને વહેલી તકે વહીવટી મંજુરી આપી જરૂરી કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે.