ધોરાજી પોલીસે ઘરફોડ ચોરીના ફરારી બે આરોપીને ઝડપી લીધા

ધોરાજી : રાજકોટ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા તેમજ જેતપુરના ડીવાયએસપીની સૂચનાથી પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા વિગેરે જ્ઞ્ષ્ટણૂ કલમ ૪૫૪. ૪૫૭. ૩૮૦ના કામે નાસતો ફરતો આરોપી રફીક અબુકર બુખારી સૈયદ ઉંમર વર્ષ ૨૮ ધંધો મજૂરી રહે મોચી બજાર નાળિયેરી મસ્જિદ પાસે ધોરાજી તેમજ સીદિક મકસુદભાઈ વાઘરીયા મેમણ ધંધો મજૂરી ચિસ્તીયા કોલોની ધોરાજી વાળાને ગોડાઉનમાંથી પાન ના પેકેટ રૂપિયા ૬૦ હજારની ચોરી થયેલ હોય જે અંગે રફીક બુખારી મકાનમાં તેનો મિત્ર સીદીક સાથે ગેરકાયદેસર બાચકા બનાવી હેરાફેરી કરતા હોવાની હકીકત મળતા તે જગ્યાએ જઈ જોતા બાચકાઓમાં બીડી તમાકુ ના પેકેટ હોય બીડી તમાકુ ના પેકેટ ની કુલ કિંમત ૫૮૪૮૦ નો મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેકટ કર્યો હતો. ઉપરોકત બંને આરોપીને ઝડપવામા એસ આઇ એસ ભીમભાઈ ગંભીર ચંદ્રસિંહ વસૈયા અનિરુદ્ઘ સિંહ ઝાલા સહદેવસિંહ રણજીતસિંહ ચૌહાણ પ્રદિપસિંહ મહિપત સિંહ ચુડાસમા વિગેરે રોકાયા હતા.