ખંભાળીયા ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડીલીવરી કરી જીંદગી બચાવી

ખંભાળીયા,તા.૨૧ : કલ્યાણપુર ગામ ના મજૂરી કામ કરતા મહિલા નુનીબેનદિપકભાઈ ૨૩ વર્ષ મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા પ્રથમ કલ્યાણપુર દવાખાને બતાવેલ ત્યાં તપાસ કરતા લોહી ના ટકાવારી ઓછી હોય ખંભાળિયા જનરલ હોસ્પિટલ માં રીફર કરેલ ખંભાળિયા થી દાકતર દ્વારા તપાસ કરતા મહિલા ને ૮ મહિના ની પ્રેગ્નન્સી હોવાથી જામનગર વધુ સારવાર માટે ૧૦૮માં મોકલેલ ઝાખર પાટિયા ૧૦૮માં કેસ મળતા જ ફરજ પર હાજર ઈ એમ ટી મનીષભાઈ પરમાર તેમજ પાઇલટ ઉત્ત્।મભાઈ ઘટના સ્થળ પર દર્દી ને લેવા પહોંચી ગયેલા હતા તેમજ તુરંત જ દર્દી ને લઇ ને જામનગર તરફ રવાના થયા હતા તે દરમિયાન રસ્તામાં મહિલા ને વધુ પ્રસુતિ ની પીડા ઉપાડતા ૧૦૮માં તપાસ કરતા બાળકના ગળા માં નાળ વિટલાય ગયેલ હોય સમય સૂચકતા વાપરી ઈ એમ ટી મનીષભાઈ દ્વારા રસ્તા માં એમ્બ્યુલન્સ થોભાવી ગળા માંથી નાળ સરકાવીને બાળકની ડિલિવરી સલામત રીતે કરાવેલ અને ત્યાર બાદ જરૂરી સારવાર આપી ને જામનગર સિવિલ મા માતા અને બાળક ને હેમખેમ પહોંચાડ્યા હતા તેઓએ ૧૦૮ની કામગીરીને બિરદાવી હતી તેમજ સાથે સાથે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બિપીન અને સુપરવાઈઝર દીપક દ્વારા પણ શુભેચ્છા પાઠવી હતી આમ સીઝેરીયનના યુગમાં નોર્મલ ડિલિવરી કરાવીને આગવું ઉદાહરણ પ્રસ્થાપિત કરતા સગા દ્વારા ૧૦૮ નો આભાર માનેલ.