કેશોદમાં હોસ્પિટલમાંથી કુદકો મારી આપઘાત કરનાર કોરોનાગ્રસ્ત વિજ કર્મચારીના મૃત્યુ પાછળ કારણ શું?

કેશોદ, તા.૨૧: અગતરાય રોડ પર કેબીસી શોપિંગ સેન્ટર ખાતે ખાનગી કોવીડ હોસ્પિટલ ત્રીજા માળે છેલ્લા દોઢેક મહિના થી ઉ ભી કરવામાં આવી છે જેમાં ૨૫૦ કરતા વધુ દર્દીઓ સારવાર લઈ સાજા થઈ ચૂકયા છે પરંતુ રવિવારની સવારે પીજીવિસીએલના નિવૃત્ત કર્મચારી પ્રવીણ ભાઇ દેવરાજ ભાઈ ડઢાણીયા ઉ. વ.૬૧ ને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા સારવાર માટે દાખલ કરવામાં આવેલ ત્રીજા માળે વોર્ડની બારીએથી છલાંગ લગાવતા તેનું મોત નિપજયું હતુંત્યારે જો કે હોસ્પીટલ તંત્ર એ તાત્કાલિક ૧૦૮ બોલાવી બેભાન વૃધ્ધને કેશોદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા કેશોદ સરકારી દવાખાને ફરજ પરનાં ડોકટરે તપાસીને મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
કોરોના પોઝીટીવ રીપોર્ટ ધરાવતાં દર્દી ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈ ને બ્લડપ્રેશર ની પણ બિમારી હતી અને સ્ટાફના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગ્યા સુધી ઉંઘ્યા નહોતાં દવા આપવામાં આવેલી હતી ત્યારે સવારે સાડા નવ વાગ્યે દુઃખદ ઘટના બની હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં દર્દી નું પોસ્ટમોર્ટમ કેશોદના સરકારી દવાખાનામાં કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય તેમજ દર્દીના પરિવારને કોઇ શંકા ન હોય તેથી સાડા ચાર કલાક બાદ મૃતદેહ અગ્નિ સંસ્કાર કરવા જૂનાગઢ મોકલવામાં આવ્યો હતો કયાં કારણોસર દર્દીએ કૂદકો લગાવ્યો તે જાણી શકાયું નથી.
મોતને ભેટનાર વૃધ્ધનો ૪ દિવસ પહેલા કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી ૩ દિવસ હોમ કવોરન્ટાઇં ન રખાયા હતા શનિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતા કેશોદ કોવિડ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પીટલના સતાવાળાઓએ આ વોર્ડમાં દેખરેખ માટે એક માણસ રાખવાનુ પણ જણાવ્યું હતું આમ પરિવાર સાથે ની છેલ્લી વાતમાં જાણવા મળ્યું કે તેને હોસ્પિટલમાં અનુકૂળ આવતું નથી તેથી મને અહીંયાથી લ ઇ જાવ તેવો ભય સતાવતો હોવાની વાત કરી હતી જે અનુસંધાને પરિવારે વહેલી સવાર હોય થોડા કલાક વિતે પછી શું કરવું તે અંગે નિર્ણય લેશું ચિંતા ન કરો તેમ જણાવ્યું હતું તેમ છતાં વૃધ્ધના આપધાતના પગલે પરિવાર ને વસવસો રહી ગયો હતો આ ઘટનાના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી હતી.