ઉના : ફાયરીંગ અને જુગાર સહિત ગુન્હાનો આરોપી પાસા તળે જેલ હવાલે

ઉના, તા. ર૧ : માથાભારે ફાયરીંગ, જુગાર, મારામારીનાં ગુનગારને પકડી પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપ્યો છે.
ઉના શહેરમાં તથા તાલુકામાં ગંભીર ગુના અટકાવવા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠી, ડી.વાય.એસ.પી. એસ.એમ. પરમારની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીને ઉનામાં ફાયરીંગ, જુગાર રાયોટીંગ, મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલ માથા ભારે શખ્સ જહાગીરભાઇ ઇબ્રાહીમભાઇ દલ જાતે સંધી મુસ્લીમ (ઉ.વ.૩૦) રહે. ઉના વાળાને પાસાની ફાઇલ બનાવી જિલ્લા પોલીસ વડાને મોકલેલ અને તેમને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતો પાસાની ફાઇલ મંજુર કરી વોરંટ કાઢતા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ પીઠીયા, નીલેશભાઇ છગનભાઇ પોલીસ કી.ભીખુશા બચુશા, વિજયભાઇ હાજાભાઇ હરેશ કરશનભાઇ તેમને પકડી પાડી ધરપકડ કરી પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપેલછે.
પોલીસે થોડા મહિનામાં ૪ માથા ભારે શખ્સ સામે પાસા હેઠળ પકડી પાડતા બુટલેગરોમાં ભય વ્યાપી ગયો છે.