દ્વારકામાં માસ્ક અવેરનેશ ડ્રાઇવ

દ્વારકા : દ્વારકામા કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે યાત્રાધામ દ્વારકામા પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા, પોલીસ અને દ્વારકા આરોગ્ય ખાતા દ્ઘારા માસ્ક અવેરનેશ ડ્રાઇવ યોજવામા આવી હતી અને નાના વેપારીઓને સમજાવી અને માસ્ક વિતરણ પણ કરવામા આવ્યું હતુ. અને ખાસ કરીને જણાવવામાં આવ્યું હતુ કે હવે જવાબદારી તમારી છે અને જો આ અંગે વધુ સાવચેત નહી રહેવામા આવે તો આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. દેવભુમી દ્વારકા જિલ્લામા કોરોના કેેસ વધતા જાય છે ત્યારે લોકોમા હજી સુધી જાગૃતિ આવી નથી તેને અનુસંધાન એ યાત્રાધામ દ્વારકામા કડક કાર્યવાહી સાથે માસ્ક અવેરનેશ ડ્રાઇવ યોજવામા આવી હતી. અને મામલતદાર, પોલીસ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી કે જો તકેદારી રાખવામા નહી આવે તો કોરોના કેસો હજુ પણ વધતા જશે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)