હળવદના ગૌલોકેશ્વર મહાદેવ મંદિરે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની મુર્તિની સ્થાપના

(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૧ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભકિત થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદ રાજય યુવક બોર્ડ દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ના અતિ પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતમાતા અને યુગ પુરુષ અને લાખો યુવાનો ના આદર્શ એવા પૂજય સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ નું અનાવરણ અને સ્થાપના કરવામાં આવી હતી ત્યારે હળવદ તાલુકા માં સર્વ પ્રથમ માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમ માં રાષ્ટ્રભકત સ્થાનિકો હર્ષોઉલ્લાસ સાથે ભકિતભાવ પૂર્વક જોડાયા હતા અને કર્મકાંડી ભુદેવ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજા અર્ચના કરાવવા માં આવી હતી અને પૂજય સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનો એ ફૂલ હાર થકી માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની વંદના કરી હતી અને બધા જ લોકો એ માઁ ભારતી ની આરતી ઉતારી હતી કાર્યક્રમ માં ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદ થી દેશભકિત નું વાતાવરણ બની ગયું હતું અને કાર્યક્રમ ના અંતે હાજર સૌએ સમૂહ માં વંદે માતરમ નું ગાન કરી અને પ્રસાદ લઈ અને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો
આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાસજી મહારાજ , પ્રભુચરણદાસજી મહારાજ , નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન અનિલભાઈ મિસ્ત્રી , બીપીનભાઈ દવે , રણછોડભાઈ દલવાડી, ભાવેશભાઈ ઠક્કર , કેતનભાઈ દવે , ચંદુભાઈ ઝાલા , રાજેન્દ્રસિંહ રાણા અને રાજકીય સામાજિક આગેવાનો સહિત શ્રી ગૌલેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ ના સભ્યો અને રાષ્ટ્રભકતો ઉપસ્થિતિ રહ્યા હતાઆ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત રાજય યુવક બોર્ડ ના જિલ્લા ના સહ વાલી તપનભાઈ દવે , તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર , નગર સંયોજક અજયસિંહ સિંધવ , ઓમભાઈ રાવલ સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.