સોમનાથ વિસ્તારમાં વિવિધ સમાજ ઉપયોગી કાર્ય માટે એડવોકેટ મહેન્દ્રભાઇ વાળાનું સન્માન

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૨૧ : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના અગ્રણી એડવોકેટ મહેન્દ્રસિંહ વાળા ની નિયુકત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
છેલ્લા કેટલાય સમયથી સોમનાથ વિસ્તારમાં વિવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યો અને શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન કરી વિવિધ સેવા પ્રકલ્પોમાં સહભાગી થઇ સેવા આપી રહેલ છે ત્યારે શ્રી વાળા ની ગીર સોમનાથ જીલ્લામાંથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે નિયુકતી કરવામાં આવતા તેમનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, જીતુપુરીબાપુ, ઉમેદસિંહ જાડેજા તથા સ્ટાફ મીત્રોની ઉપસ્થિતીમાં સાગરદર્શન હોલ ખાતે વિશીષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે મહેન્દ્રસિંહ વાળા ને રજવાડી સાફો પહેરાવી સોમનાથ મહાદેવની પ્રસાદ સાથે ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું તેમજ આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન અને સંકલન મીલનભાઇ જોષીએ કરેલ હતું.