દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર 'આઇ એમ સેવિંગ માય બીચ' અંતર્ગત કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે ધ્વજ લહેરાયો

દ્વારકા : સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાતના સાગર કિનારા ઉપર આઇ એમ સેવિંગ માય બીચ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે દેવભૂમી દ્વારકા જીલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ફલેગ લહેરાવીને બીચ કલીન માટેનો વિસ્તાર પુર્વકનો સંદેશો નાગરિકોને આપ્યો હતો. ભારતના આઠ બીચને આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા બ્લુ ફલેગ બીચના પ્રમાણપત્ર માટે નેમીનેશન કેન્દ્ર સરકાર દ્વારા કરાયુ છે જેમાં દ્વારકા નજીકના શિવરાજપુર બીચનો પણ સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ ઉપર ફલેગ લહેરાવતા ડો.મીનાએ જણાવેલ હતુ કે, શિવરાજપુરનો બીચ કુદરતી અને પ્રકૃતિનો એક સુંદર બીચ છે જયા નિહાળવા લાયક હરિયાળી જીવસૃષ્ટિ તથા પ્રકૃતિનો ખૂબ જ સારો અહેસાસ નાગરીકોને થાય છે.
જેથી બીચની પર્યાવરણ જાળવણી તથા સેફટી અને કલીન રાખવા માટે નાગરીકોએ આગળ આવવુ પડશે. સમગ્ર વિશ્વમાં સપ્ટેમ્બર માસમાં આઇ એમ સેવિંગ માય બીચનુ અભિયાન હાલ ચાલી રહ્યુ છે (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)