હળવદના જૂના દેવળિયામાં સ્વૈચ્છિક લોકડાઉન

હળવદ : જુના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે ગામમાં કોરોના પોઝીટીવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ કોઈપણ વ્યકિત કોરોના પોઝીટીવ કેસ ખાનગી કે સરકારી દવાખાનેથી આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી દવાખાને જાણ કરવી સાથે જ ૧૪ દિવસ હોમ કોરોનટાઈન રહે તેવી સુચના આપી છે તે ઉપરાંત ગામ લોકોએ આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવું નહિ, શેરીના ઓટલે બેસવું નહિ, બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરીને નીકળવું તેમ જણાવ્યું છે જયારે દુકાનદારોને દુકાન ખોલવાનો સમય બપોરે ૩ થી રાત્રીના ૮ સુધીનો રહેશે સ્વૈચ્છિક લોકડાઉન તા. ૦૧ ઓકટો. સુધી પાડવાનું રહેશે તેમ સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું.(ફોટો - હરીશ રબારી,હળવદ)