ભાવનગરમાં કોરોનાનો કહેર, ત્રણના મોત : ૫૦ કેસ

ભાવનગર તા.૨૧ᅠ: કોરોનાએᅠ વધુ ત્રણ ના ભોગ લીધા છે કોરોનાથી ત્રણના મોત નિપજતા કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક ૬૦ એᅠ પહોંચ્યો છે અનેᅠ વધુ ૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ᅠભાવનગર જિલ્લામા વધુ ૫૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૮૬ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, કરદેજ ગામ ખાતે ૧, ભોજપરા ગામ ખાતે ૧, વરતેજ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામ ખાતે ૧, ગણેશગઢ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, પાલીતાણા તાલુકાના ભુતિયા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના લાલીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, ટીમાણા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, દેડકડી ગામ ખાતે ૧, જાળીયા ગામ ખાતે ૧, ઝાંઝમેર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારેᅠમહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૧૯ એમ કુલ ૪૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર શહેર ખાતે રહેતા ૨ તથા સિહોર તાલુકાના નાના સુરકા ગામ ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૩,૭૮૬ કેસ પૈકી હાલ ૩૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૩૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૦ દર્દીઓના અવસાન થયેલ છે.