વાંકાનેરઃ ભા.જ.પ.ના અગ્રણીઓ દ્વારા માટેલ મંદીરે ભાવ વંદના

વાંકાનેર : યાત્રાધામ માટેલ ગામે આઇશ્રી ખોડીયાર માતાજીના મંદીરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૯૦માં જન્મદીનની વાંકાનેર તાલુકા ભા.જ.પ.ના અગ્રણીઓએ વિશીષ્ટ રીતે ઉજવણી કરી ભાવ વંદના કરી હતી. તાલુકા ભા.જ.પ. અગ્રણી અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેકટર સુરેશભાઇ પ્રજાપતિ, આઇશ્રી ખોડીયાર માતાજી મંદીરના મહંતશ્રી રણુબાપુ, દામોદરભાઇ પટેલ, તાલુકા ભા.જ.પ. પ્રમુખ વાઘજીભાઇ ડાંગરોચા, ભરત કાકરેચા, જગદીશબાપુ, સહીતના અગ્રણીઓએ ખોડીયાર માતાજી મંદીરે ૭૦ દિવા પ્રગટાવી. થાળ ધરી માતાજીના ચરણોમાં વંદન કરી નરેન્દ્રભાઇ મોદી તંદુરસ્ત આયુષ્ય સાથે દેશની સેવા માટે માતાજી તેમને શકિત આપે. સમગ્ર વિશ્વને અજગર ભરડો લેનાર કોરોના મહામારીનો ખાત્મો થાય અને સર્વત્ર શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી મોદીના જન્મદીને એકબીજાને મીઠા મોઢા કરાવ્યા હતા. ભાવવંદના કરી તે તસ્વીર.