લગ્નની લાલચ આપીને મહારાષ્ટ્રની મહિલાને પાટણના વિજાપુરના કોટડીની મહિલા દલાલે સવા લાખમાં વેંચી દીધી : યુવકે દુષ્કર્મ આચર્યુ
(જયંતિભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧૬ : મહારાષ્ટ્રની એક મહિલા છેલ્લા પંદર વર્ષથી તેના મા-બાપ સાથે સુરત રહેતી હતી. સુરત ખાતે રહેતા એક મરાઠી સાથે થયા હતા. આ યુવતીને એક દિકરો અને સાત વર્ષની દિકરી પણ છે. પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા તે અલગ સંતાનો સાથે રહેતી હતી અને રસોડાના પ્રસંગોમાં જઇ મજુરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવી હતી. સુરતમાં રહેતી વિજાપુરની કોઇ મહિલા સાથે પરિચય કેડવાયો હતો તે વિજાપુર ગામે પણ આવતી જતી હતી.
ઉષાના નામની આ યુવતિએ તેને વારાહી ગામે રૂ. ૧.રપ લાખમાં વહેંચી દીધી હતી. વિજાપુર યુવકના પરિવારજનોને બોલાવી તેમની સાથે બધા વારાહી જવા નીકળીયા હતા. જેની સાથે લગ્ન કરવાના છે તે યુવક આવ્યો નથી તેવુ઼ ખોટું જણાવેલ. આગળ જ દલાલીને ધંધા કરતી મહિલા રસ્તામાં ઉતરી ગયેલ પણ જે યુવાન સુરેશ કાંન્ગલ સાથે જ હતો તેને બનાવતા આ યુવતિ એ કહ્યું કે મને યુવક ગમતો નથી મારે પાછા જવું છે. પણ વારાહીના પરિવાર તેને રૂ. ૧.રપ લાખમાં ખરીદી છે હવે તેને પાછા જવા દેવામાં આવશે નહી અને તેને પરાણે વારાહી લાવી તેનો મોબાઇલ ખૂંચવી લઇ તેને ત્રણ મહિના ઘરમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચરેલ. મોકો મળતા યુવતિ એ ૧૮૧ હેલ્પલાઇનની મદદમાંગતા ૧૦૮ હેલ્થલાઇને વારાહી પોલીસને જાણ કરતા પોલીસે તેને આ ચૂંગાલમાંથી છોડાવી હતી.
વારાહી પોલીસે યુવતિની ફરીયાદના આધારે આઠ શખ્સો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.